પોતાના ગહનમાં ગરકાવ થયેલ પ્રભુના
આત્મસમાહિત વ્યક્તિત્વમાંથી નિતરે છે
સમત્વનો અખંડ પ્રવાહ…
જેમાં…
નથી પ્રતિક્રિયા કે પ્રતિભાવનો
આંશિક પણ ફણગાટ…
નથી કાર્ય કે કર્તૃત્વ સાથેના
સંબંધની ગંધમાત્ર પણ…
નથી (ચેતનામાં) પ્રતિબિંબિત વિષયમાં
પ્રવેશવાની રતીભાર રુચિ…
માત્ર સ્વ-મય સ્થિતિ જાણે નિશ્ચલ જ્યોતિ…
વિશ્રાન્તિની પરાકાષ્ટામાં જીવાતું એકત્વ,
એ જ પ્રભુનું પ્રભુત્વ…
જે અભિવ્યક્ત થયા કરે છે
પર્યાયમાં,
અને પર્યાય અભિવ્યક્ત થાય છે
એ ધ્યાનસ્થ યોગમુદ્રાની
મનોહારી રેખાઓમાં…
જાણે સુખસમુદ્રના કીનારે
પલળેલો પુદ્ગલતટ…
અહો! જય વીયરાય!