ઋષિવર !
અનાત્મ સંવેદનાઓનો સંન્યાસ કરીને
“સંન્યાસી જીવન’ આપે ચરિતાર્થ કર્યુ છે.
ચર્મ પર અનાસંગી બની
ધર્મ સાથે તન્મયતાનું સૃજન કર્યુ છે.
જે દિશામાં આખી દુનિયા સૂતી છે,
ત્યાં આંખો ઉઘાડી આપે જાગૃતિનો અનુભવ કર્યો છે.
બધું બને છે,
છતાં જોનારમાં કશું જ બનતું નથી
આ સાક્ષિતા આપનો શ્વાસ બની ગયો છે.
જોવાય છે, જોતા નથી.
કરાય છે, કરતા નથી.
કર્તાને ગેરહાજર રાખીને કર્મ કરવાની
નિષ્કર્મણ્યતા આપે આત્મસાત્ કરી દીધી છે.
કાયા સાથે રહીને પણ કાયોત્સર્ગની સાધના છે.
ઇન્દ્રિયો સાથે રહીને પણ અતીન્દ્રિયતાની સાધના છે.
જીવવા છતાં જીવનમુક્ત… કર્મ કરવા છતાં કર્મમુક્ત…
સર્વમાં હોવા છતાં સર્વમુક્ત હોવાની પરાકાષ્ઠા છે.
આ દૃશ્યના લયથી અહોભાવિત થઇને
એક અંતર્જલ્પ સંવેદન સહજ જાગી ઉઠે છે કે
“ધન ધન્નો અણગાર.’
Avadhu Naam Hamara Rakhe, So Param Maha Raas Chakhe
Multy Graphics