- અંતર્મુખતા
બાહ્ય પદાર્થોમાંથી ચિત્તની નિવૃત્તિ, આત્મામાં ચિત્તની સ્થિરતા.
- અતીન્દ્રિય
ઈન્દ્રિયોથી
ન જાણી શકાય એવો પદાર્થ.
- અનંત
જેનો અંત નથી એવો પદાર્થ.
- અનુપ્રેક્ષા
કાર્ય-કારણ ભાવ આદિની વિચારણા દ્વારા નિષ્કર્ષ સુધી પહોંચવું.
- અપર વૈરાગ્ય
અનુત્કૃષ્ટ વૈરાગ્ય, સાધન રૂપ વૈરાગ્ય.
- અભ્યંતરઆંતરિક, inner
- અહંત્વ
હું પણું.
- અહંત્વ
હું પણું.
- આરાધનામન, વચન, કાયાથી/નું શુભમાં જોડાવવું
- આલંબનસહારો, ટેકો
- ઉદાસીન ભાવનિષ્પક્ષભાવ, neutral (ન રાગ, ન દ્વેષ)
- ઉદાસીનભાવ
સાક્ષીભાવ, સર્વ પરથી અને પર્યાયોથી ઉપર ઉઠવું…
- ઉપયોગ
આત્માની જ્ઞાનશક્તિ, ચેતના (ફોકસ).
- ઉપાદાન
ક્રિયા જેમાં ઉત્પન્ન થાય તે ક્રિયાનું તે દ્રવ્ય.
- ઉપાદેય
આદરવા લાયક.
- ઉપાધિ
(સમીપતાના કારણે) જેમાં સ્વરૂપનો આભાસ થાય અથવા જેનો સ્વરૂપમાં આભાસ થાય તે પદાર્થ (જેમ સ્ફટિકમાં લાલ રંગ).
- ઉપેક્ષાન ગણકારવું, to ignore
- ગુણસ્થાનકગુણોનો વિકાસ ક્રમ
- ચારિત્રમાણવું, અનુભવવું (સામાન્ય અર્થ આચરણ)
- જ્ઞાનજાણવું, વિશષ બોધ
- જ્ઞાનાવરણીય
જ્ઞાનમાં આવરણ પેદા કરતું નિમિત્તભૂત કર્મ.
- જ્ઞાયક
જાણનાર - શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ અસ્તિત્વ.
- તત્ત્વ
વાસ્તવિકતા, તેમાં તે પણું.
- તારક તત્વઆત્માનું લાભ/ઉત્થાન કરનાર તત્વ
- દર્શનજોવું, સામાન્ય બોધ
- દ્રવ્ય
ગુણ અને પર્યાયથી યુક્ત, ત્રણે કાળ રહેનાર મૂળ પદાર્થ.
- દ્વંદ્વ
આત્માનું પરમય (બીજામય) થવું.
- નાશવંત/અનિત્યવિનાશી/temporary
- નિમિત્ત
ક્રિયા જેના સહકારથી ઉત્પન્ન થાય તે નિમિત્ત (પરદ્રવ્ય).
- નિર્મલ
મળ રહિત, ભેળસેળ વિનાનું, શુદ્ધ.
- નિર્લેપ
લેપ રહિત, રાગાદિ પરિણામોથી દૂર રહેનાર.
- નિર્વિકલ્પ
વિકલ્પ-શૂન્ય, ધ્રુવસ્વરૂપમાં એકાકારતા.
- નિશ્ચય નયઆંતરિક દૃષ્ટિકોણ, દ્રવ્ય દૃષ્ટિ
- નિશ્ચયનય
વસ્તુમાં રહેલા ધ્રુવત્વને પ્રાધાન્ય આપતી દૃષ્ટિ.
- પરમાણુAtom, જડ વસ્તુનો સુક્ષ્મ અવિભાજ્ય અંશ
- પરવશતાપરાધીનતા
- પરવૈરાગ્ય
ઉત્કૃષ્ટ વૈરાગ્ય.
- પરાકાષ્ઠાextreme
- પરાર્થપરોપકાર
- પરિણતિઆત્માનો પરિણામ, પક્ષપાત
- પર્યાય
વસ્તુની ક્ષણિક અવસ્થા.
- બહિર્મુખતા
બાહ્ય પદાર્થોમાં ચિત્તની પ્રવૃત્તિ.
- બાધક
પ્રતિબંધક, નડતર રૂપ.
- બાહ્યબહારનું
- મમત્વ
મારા પણું.
- મારક તત્વઆત્માને નુકશાન/પતન કરનાર તત્વ
- મોહનીય
પરમાં સ્વ-ભ્રમ અને રાગ દ્વેષ માટે નિમિત્તભૂત કર્મ.
- યુક્તિ
તર્ક.
- લય
અસ્તિત્વની અખંડ હયાતીનું સાતત્ય.
- વિકલ્પવિચારની સૂક્ષ્મ અવસ્થા
- વિભાવ
જે આત્મનો મૂળભૂત સ્વભાવ નથી પરંતુ કર્મોદય નિમિત્તે જીવમાં ઉત્પન્ન થાય છે એવા રાગદ્વેષ મોહ વિ…
- વિરાધનામન, વચન, કાયાથી/નું અશુભમાં જોડાવવું
- વીતરાગતારાગની ગેરહાજરી/શૂન્યતા
- વૈરાગ્યરાગની મંદતા
- વૈરાગ્ય
તૃષ્ણારહિત-ચેતના, રાગશૂન્યતા.
- વ્યવહાર નયબાહ્ય દૃષ્ટિકોણ, પર્યાય દૃષ્ટિ
- વ્યવહારનય
વસ્તુની વિવિધ અવસ્થાઓને પ્રાધાન્ય આપતી દૃષ્ટિ.
- શાશ્વત/નિત્યઅવિનાશી/permanent
- સમ્યગ્દર્શનસ્વરૂપની અનુભૂતિ
- સાધના
આત્મા અને આત્માના સ્વભાવની જાગૃતિપૂર્વક વર્તવું
- સ્વાનુભૂતિસ્વ (આત્મા)ની અનુભૂતિ, self experience
Scroll To Top
error: